નવી દિલ્હી: હવે જૂના સોના (Gold) ના દાગીના વેચવા જશો તો પણ તમારે 3 ટકા જીએસટી (GST) ચૂકાવવો પડી શકે છે. જીએસટીની આગામી કાઉન્સિલમાં આ નિર્ણય લેવાઈ શકે છે. કેરળના નાણામંત્રી થોમસ ઈસાકે આ જાણકારી આપી છે. જેનો અર્થ એ થયો કે લોકોને જૂની જ્વેલરી વેચવા પર હવે પહેલા કરતા ઓછો નફો થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોમસ ઈસાકે જણાવ્યું કે હાલમાં જ રાજ્યોના નાણામંત્રીઓના એક સમૂહ (જીઓએમ)માં જૂના દાગીના અને આભૂષણોના વેચાણ પર 3 ટકા જીએસટી લગાવવાના પ્રસ્તાવ પર લગભગ સામાન્ય સહમતિ બની ગઈ છે. 


1947માં આજના દૂધના ભાવ પર મળતું હતું Gold! ખૂબ જ રસપ્રદ છે સોનાની સફર


ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાં મુજબ આ મંત્રી સમૂહમાં કેરળ, બિહાર, ગુજરાત, પંજાબ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના નાણામંત્રા સામેલ છે. આ મંત્રી સમૂહની રચના સોના અને બહુમુલ્યાવાન રત્નોના પરિવહન માટે ઈ-વે બિલના અમલીકરણની સમીક્ષા માટે કરાઈ હતી. મંત્રી સમૂહની બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ. 


ઈસાકે જણાવ્યું કે નક્કી કરાયું છે કે જૂના સોનાના વેચાણ પર 3 ટકા જીએસટી આરસીએમ (રિવર્સ ચાર્જ મિકેનિઝમ) દ્વારા લગાવવામાં આવે. હવે કમિટીના અધિકારી તેના તોર તરીકા પર વિચાર કરશે. 


ટેક્સ સિસ્ટમમાં સુધાર, કરદાતાઓને મળ્યા આ 3 મોટા અધિકાર, જાણો તેના વિશે


એટલે કે નવી વ્યવસ્થા લાગુ થયા બાદ જો તમે કોઈ જ્વેલરને તમારા એક લાખ રૂપિયાના જૂના આભૂષણ વેચશો તો તે રિવર્સ ચાર્જ તરીકે 3000 રૂપિયા કાપી લેશે. 


જીઓએમમાં એ પણ નિર્ણય લેવાયો છે કે સોના અને આભૂષણની દુકાનોએ પ્રત્યેક ખરીદ અને વેચાણ માટે ઈ-ઈનવોઈસ કાઢવો પડશે. આ પગલું ટેક્સ ચોરી રોકવા માટે લેવાઈ શકે છે. હજુ નાના શહેરોથી લઈને મોટા શહેરોમાં અનેક ઠેકાણે સોનાના વેચાણ બાદ દુકાનદાર કાચુ બિલ આપે છે. આ સમગ્ર પ્રક્રિયા ચોરી રોકવા માટે અને કાળું નાણું ખપાવવા માટે થાય છે. હવે તેના પર રોક લગાવવા માટે ઈ બિલ કાઢવું જરૂરી કરવાની તૈયારી થઈ રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube